સહજ યોગ

સહજ યોગ

આત્મ-અનુભૂતિ અને ધ્યાન દ્વારા આંતરિક જાગૃતિ

શ્રી માતાજી નિર્મલા દેવી સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર આત્મ-અનુભૂતિના વાસ્તવિકકરણ દ્વારા યોગની પ્રેક્ટિસમાં ક્રાંતિ લાવ્યા. આધ્યાત્મિકતાના ઈતિહાસમાં શ્રી માતાજી પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ છે જેમણે આત્મસાક્ષાત્કારનો સામૂહિક અનુભવ કરાવ્યો. તેમણે જાહેર કર્યું કે, તે તમામ મનુષ્યોનો જન્મસિદ્ધ અધિકાર છે - ધર્મ, જાતિ, રાષ્ટ્રીયતા અથવા સંજોગોને ધ્યાનમાં લીધા વિના - તેમની આત્મ-અનુભૂતિ પ્રાપ્ત કરવી. તેમણે પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે વ્યક્તિ સત્ય માટે અથવા આત્મજ્ઞાન માટે ચૂકવણી કરી શકતી નથી, આમ આત્મ-સાક્ષાત્કાર હંમેશા મફતમાં ઓફર કરવામાં આવે છે, અને ચાલુ જ રહે છે.

શ્રી માતાજીનો જન્મ આત્મ-સાક્ષાત્કારની સંપૂર્ણ જાગૃતિ સાથે થયો હતો. અને નાનપણથી જ તે આ અમૂલ્ય ભેટ દરેક સાથે વહેંચવા માગતા હતા. તેમના પિતા જ હતા જેમણે આ આધ્યાત્મિક પ્રતિભાને ઓળખી હતી. અને તેમણે સૌપ્રથમ સામૂહિક આત્મ-સાક્ષાત્કારનો માર્ગ શોધવાની સલાહ આપી હતી. જે તેમણે માનવજાતના લાભ માટે વ્યાપક, વૈશ્વિક, પ્રેક્ષકો સુધી પહોંચવામાં સક્ષમ બનાવે છે. આનાથી શ્રી માતાજીને સુડતાલીસ વર્ષના સમયગાળામાં મનુષ્યોનો અભ્યાસ કરવાની પ્રેરણા મળી, કારણ કે તેઓ તેમની વચ્ચે રહેતા હતા અને વાતચીત કરતા હતા. માનવ માનસના તમામ ક્રમચયો અને સંયોજનો સાથે તેઓ સંપૂર્ણ રીતે પરિચિત થયા પછી જ તેમણે તેમના પોતાના અસ્તિત્વમાં સહસ્રાર ચક્ર (માથાની ટોચ પરનું સાતમું આધ્યાત્મિક કેન્દ્ર) ખોલવાનો અંતિમ નિર્ણય લીધો હતો, જે તેમને સામૂહિક આત્મ-સાક્ષાત્કાર અને સહજ યોગ ધ્યાનની પ્રેક્ટિસ વિકસાવવા અને પ્રચાર કરવાના તેમના જીવનના મિશનને પરિપૂર્ણ કરવા પરવાનગી આપે છે.

5મી મે, 1970 ના દિને માનવજાતની આધ્યાત્મિક ઉત્ક્રાંતિમાં એક ઐતિહાસિક સફળતા હતી. આત્મ-અનુભૂતિ અને સાચા ધ્યાન દ્વારા આંતરિક જાગૃતિની નિપુણતા હવે યોગના થોડા પ્રખર નિષ્ણાતો સુધી મર્યાદિત રહેશે નહીં, અને તે લોકો માટે સુલભ બનશે, જેઓ ઉચ્ચ આત્મ-જાગૃતિ પ્રાપ્ત કરવા માટે જવાબ શોધતા હોય. યોગની પ્રેક્ટિસમાં શ્રી માતાજી જે અનન્ય તફાવત લાવ્યા, તે પ્રથમ દિવસથી જ આત્મ-સાક્ષાત્કારનો હતો. અગાઉ, આ ગુરુના નિકટના માર્ગદર્શન હેઠળ, દાયકાઓ નહીં તો ઘણા વર્ષોથી યોગની સખત પ્રેક્ટિસ પછી પણ ભાગ્યે જ શક્ય હતું. શ્રી માતાજીએ જાહેર કર્યું કે માનવ જાગૃતિ ઉત્ક્રાંતિ પ્રક્રિયામાં શિખરે પહોંચી ગઈ છે. અને સ્વયંસ્ફુરિત આત્મ-સાક્ષાત્કાર પ્રાપ્ત કરવા માટે પૂરતી પરિપક્વ છે, જો કોઈ અધિકૃત ગુરુ-આ નિષ્ક્રિય, આદિકાળની આધ્યાત્મિક ઊર્જા, કુંડલિની-શક્તિ (સંસ્કૃતમાં જેનો અર્થ થાય છે સર્વવ્યાપી દૈવી શક્તિ- વીંટળાયેલી ઊર્જા ચાલુ કરી શકે.) જે કરોડરજ્જુના પાયા પર રહેલી છે.

આગામી ચાર દાયકાઓમાં, શ્રી માતાજીએ સહજ યોગ ધ્યાનની પ્રથા સ્થાપિત કરી. કોઈપણ, તેમની સાંસ્કૃતિક, ધાર્મિક, વય અથવા શૈક્ષણિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના, યોગ ધ્યાનના આ પ્રકારનો સરળતાથી અભ્યાસ કરી શકે છે. તદુપરાંત, સહજ યોગમાં પોતાને સ્થાપિત કરનારા ઘણા લોકો સહેલાઈથી અન્ય લોકોને આત્મ-સાક્ષાત્કારની ગહન ભેટ આપી શકે છે, જેવી રીતે મીણબત્તીનો ઉપયોગ અન્ય મીણબત્તીઓને પ્રગટાવવા માટે થઈ શકે છે. શ્રી માતાજીએ ખાસ કરીને ભારપૂર્વક જણાવ્યું હતું કે અન્યોને આત્મજ્ઞાન આપવા માટે અથવા સહજ યોગનું જ્ઞાન શીખવવા માટે કોઈ પૈસા વસૂલવામાં આવશે નહીં, કારણ કે તેમણે આ જન્મજાત ભેટ વહેંચવા માટે વ્યક્તિગત રીતે ક્યારેય ચાર્જ નહોતો લીધો. આનાથી સાચા સામૂહિક આત્મ-અનુભૂતિ માટેનો આધાર સ્થાપિત થયો. જેની તેમના પિતાએ જ્યારે તેઓ નાની બાળકી હતા, ત્યારે કલ્પના કરી હતી.

સહજ યોગ ધ્યાન એ એક સરળ સરળ પદ્ધતિ છે. જે તેમણે આત્મ-સાક્ષાત્કારની દિક્ષા દ્વારા અનુભવેલી જન્મજાત જાગૃતિને ટકાવી રાખવા માટે વિકસાવી છે. સહજ શબ્દનો અર્થ ‘સ્વયંસ્ફુરિત’ અને ‘તમારી સાથે જન્મેલા’ બંને થાય છે, જે દરેક મનુષ્યમાં રહેલી આ સૂક્ષ્મ ઊર્જા (કુંડલિની)ને દર્શાવે કરે છે. લોકપ્રિય માન્યતાથી વિપરીત, યોગ કસરતો અથવા મુદ્રાઓની શ્રેણીને નિયુક્ત કરતું નથી, પરંતુ વાસ્તવમાં તેનો અર્થ 'જોડાવું, એક થવું, વિલીન થવું' છે. યોગનું ધ્યેય વ્યક્તિને સ્વ "આત્મા" ના સાચા સ્વભાવથી વાકેફ કરવાનું છે (સંસ્કૃતમાં આ સર્વવ્યાપી આત્માનું પ્રતિબિંબ દર્શાવે છે) અને આ નવી જાગૃતિ સાથે સંપૂર્ણ જોડાણ પ્રાપ્ત કરવું. જ્યારે આ જોડાણ થાય છે ત્યારે જેમ પાણીનું એક ટીપું સમુદ્રમાં ભળી જાય છે, તેમ કહી શકાય કે વ્યક્તિગત ચેતના સામૂહિક ચેતના સાથે ભળી જાય છે. અને ત્યારે કુંડલિનીનું એકીકરણ બળ વ્યક્તિગત અને સામૂહિક બંને સ્તરે સંતુલન અને શાંતિ લાવે છે.

‘સહજ યોગ’ નો અર્થ વધુ સારી રીતે સમજી શકાય, જો આપણે તેને તેના ઘટક એટલેકે ભાગોમાં વિભાજીત કરીએ: ‘સહ’ એટલે ‘સાથે’ અને ‘જ’ નો અર્થ ‘જન્મ’, અને ‘યોગ’ એ ‘યુનિયન’ અથવા ‘પદ્ધતિ’ છે. . તો ‘સહજ યોગ’નો અર્થ એ થાય છે કે, વિકાસની પદ્ધતિ આપણામાંના દરેકમાં જન્મજાત છે.

YouTube player

Explore this section