પ્રારંભિક જીવન
ગાંધીજીની સામૂહિક સ્વાતંત્ર્ય ચળવળથી માંડીને સામૂહિક આત્મ-અનુભૂતિના યુગ સુધી.
મહાત્મા ગાંધીએ તેમના આશ્રમમાં રહેતી એક નાની છોકરી સહિત તેમને મળતા દરેક વ્યક્તિ પર કાયમી છાપ છોડી હતી. આ નાની છોકરી શ્રી માતાજી હતા, તેમણે તેના નેપાળી જેવા લક્ષણોને કારણે એને નેપાળીનું હુલામણું નામ આપ્યું હતું.
સાત વર્ષની ઉંમરથી, શ્રી માતાજીએ ગાંધીજી સાથે તેમના આશ્રમમાં ઘણો સમય વીતાવ્યો. "તેઓ મારી સાથે બેસતા, ખૂબ જ ગંભીરતાથી મને ખૂબ જ મીઠા પ્રશ્નો પૂછતા," શ્રી માતાજી યાદ કરે છે કે, તેઓ સામુહિક પ્રાર્થના પહેલા વહેલી સવારે ચાલતી વખતે તેમની સાથે રહેતા હતા.
"તેઓ એક જબરદસ્ત કઠોર માસ્ટર હતા, પરંતુ અત્યંત પ્રેમાળ અને દયાળુ વ્યક્તિ હતા," શ્રી માતાજીએ કહ્યું, “તે હંમેશા મારી સાથે એવી રીતે વાત કરતા હતા જાણે હું તેમની દાદી હોઉં અને તેઓ મારી સાથે એવી બાબતોની ચર્ચા કરતા હતા, જે બીજા બધા માટે સૌથી આશ્ચર્યજનક બનતું, એક રીતે, (જાણે કે) હું દરેક માટે સમજદાર હતી. અને તેઓ કહેતા કે, મોટા લોકો કરતાં અમુક બાળકો પાસેથી માર્ગદર્શન વધુ સારું મળી શકે છે.
શ્રી માતાજી પાછળથી તેમના દેશમાં ધર્મ, આંતરિક ધર્મ અથવા સચ્ચાઈનો આધાર સ્થાપિત કરવા માટે ગાંધીજીની પ્રશંસા કરતા. તેઓ લોકોને બાઇબલનું અન્વેષણ કરવા, ભગવદ ગીતાને સમજવા, વિશ્વના તમામ મહાન ગ્રંથો અને મહાન લોકોને જાણવા અને તેમનું એકીકરણ થાય તે રીતે સમજવા માટે પ્રોત્સાહિત કરતા.
ગાંધીજી સાથેની તેમની વાતચીત દરમ્યાન, તેઓએ માત્ર માનવ વ્યક્તિત્વના સહજ સ્વભાવની જ નહીં, પણ સામાજિક અને આધ્યાત્મિક મુક્તિ લાવવાના માર્ગો અને માધ્યમોની પણ શોધ કરી. જ્યારે ગાંધીજી સાથેના તેમના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, શ્રી માતાજીએ તેમની એક ચર્ચાનું વર્ણન કર્યું: ગાંધીજી તેમની દિનચર્યા પ્રત્યે કડક હતા. અને લોકોને સવારે ૪ વાગ્યે જગાવતા હતા, ઉપવાસ જેવું ઘણું કરાવતા હતા, તે વખતે શ્રી માતાજીએ તેમને કહ્યું હતું કે, "તમે ખૂબ કડક છો... શું આ બધું વધારે પડતું નથી?"
ગાંધીજીએ સમજાવ્યું કે, જ્યારે દેશની આઝાદીની ગતિ ઝડપથી વધી રહી હતી ત્યારે કટોકટીના સમયમાં કડક અનુશાસન હોવું જરૂરી હતું.
આ માટે શ્રી માતાજીએ સૂચન કર્યું કે, "બાપુ, તમારે લોકોને શિસ્ત આપવી હોય તો અંદરથી શિસ્ત કેમ નથી આપતા?"
ગાંધીજીએ પૂછ્યું કે, તે કેવી રીતે શક્ય બનશે? તેમણે તેમને ખાતરી આપી કે આંતરિક પરિવર્તન એ જવાબ છે. પણ તેમણે તર્ક આપ્યો, "સૌથી પહેલા તો આપણે (બ્રિટિશ શાસનમાંથી) આઝાદ થઈએ. જો આપણે આઝાદ ન હોઈએ, તો આપણે શું માણી શકીએ? આપણે તેમના વિષે વાત પણ કરી શકતા નથી. લોકો કહેશે કે, આપણે આઝાદ પણ નથી. આપણે કેવી રીતે વાત કરી શકીએ? આત્માની સ્વતંત્રતા માટે આપણે પહેલા વિદેશી પ્રભુત્વથી મુક્ત થવું જોઈએ."
પછીના વર્ષોમાં, ગાંધીજીનો સંદેશ અભણ ખેડૂતોથી લઈને વધુ વિશેષાધિકૃત વર્ગો અને સમાજના સૌથી ઉચ્ચ શિક્ષિત સભ્યો સુધીના લોકોમાં ફેલાયો હતો. શ્રી માતાજીએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ ભાગ લીધો હતો, તેમણે કોલેજના અન્ય વિદ્યાર્થીઓને તેમ અનુસરવા માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું હતું.
૧૯૪૭માં ભારત આખરે આઝાદ રાષ્ટ્ર બન્યું. શ્રી માતાજીના બાળપણમાં ગાંધીજી સાથે ચર્ચા કર્યાને ઘણા વર્ષો થઈ ગયા હતા, પરંતુ તેમના અંતિમ દિવસોના થોડા સમય પહેલા, તેમણે તેમને મળવાનું કહ્યું. શ્રી માતાજીએ યાદ કર્યું, "હું તેમને મળી... તરત જ તેઓ ઓળખી ગયા." "તેમણે કહ્યું, 'પ્રાર્થના પછી મને મળો.' જ્યારે હું તેમને મળી, ત્યારે તેમણે કહ્યું, 'હવે રચનાત્મક કાર્યમાં લાગી જાઓ. રચનાત્મક કાર્યમાં લાગી જાઓ...''
શ્રી માતાજીએ મનુષ્યને વિવિધ સમસ્યાઓનો સામનો કરવાનો તેમજ શક્ય ઉકેલોનો અભ્યાસ કરવાનું ચાલુ રાખ્યું. સહજ યોગ દ્વારા તેમના પરિવર્તનીય કાર્યની શરૂઆત કરવામાં ઘણા વર્ષો નીકળી જશે. જેમ ગાંધીજીએ જનતાને તૈયાર કર્યા હતા અને એમણે દેશને આઝાદી માટે માર્ગદર્શન આપ્યું હતું, તેમ શ્રી માતાજીનું કાર્ય માત્ર અમુક વ્યક્તિઓનું જ નહીં પરંતુ વિશ્વભરના હજારો લોકોને પરિવર્તિત કરવાનો, આંતરિક સ્વતંત્રતા પ્રગટ કરવાનો સમય આવી ગયો હતો.
